સરવાળાના દાખલા ગણો | Online Interactive Addition Math Practice Game

0

સરવાળા માસ્ટર બનો

        સરવાળા માસ્ટર બનવા માટે અને સરવાળાની પ્રેક્ટિસ કરવા માટે અહિયાં આપેલા ટુલ્સમાં સરવાળાના દાખલાની ગણતરી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ સમજ આપેલી છે.
  • ગેમમાં ત્રણ સ્તર આપવામાં આવેલા છે. બાળકની વયકક્ષા આધારે ત્રણ સ્તરમાંથી કોઈ પણ એક સ્તર પસંદ કરવાનું રહેશે. સરળ,માધ્યમ અને કઠિન.
  • ગેમમાં આપવામાં આવેલી જગ્યામાં આંગળી અથવા માઉસ વડે લખી શકશે. અને નોટબુકમાં દાખલો ગણીએ છીએ તેવી રીતે દાખલો ગણી શકશે.
  • દાખલો ગણાઈ ગયા પછી જવાબ ચકાસવા આપેલા વિકલ્પ માંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો. જો જવાબ સાચો હશે તો બટન લીલું થશે અને ખોટા જવાબ માટે બટન લાલ થશે અને સાચો જવાબ લીલા બટન દ્વારા જોઈ શકશે.
  • લખાણમાં ભૂલ થાય તો પૂછવા માટેનું પણ બટન આપવામાં આવેલું છે.નવો દાખલો મેળવવા માટે પણ આગળનું બટન આપવામાં આવેલું છે.
  •  

     ખાસ નોંધ:-

        આપેલી કોરી જગ્યામાં લખવામાં સમસ્યા આવે તો થોડી રાહ જુઓ અથવા ઉપરથી સરળ, મધ્યમ કે કઠિન બટન દબાવી ફરી પ્રયત્ન કરો.
Math Game
💡 સૂચના: તમે નીચે આપેલી કોરી જગ્યામાં તમારી આંગળી કે માઉસ વડે લખીને ગણતરી કરી શકો છો.
00
+00

સરવાળા શીખવા કેમ જરૂરી

        સરવાળા ગણિતના પાયામાં અગત્યનું સ્થાન ધરાવે છે. આગળ વધતાં બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અપૂર્ણાંક, દશાંશ અને બીજગણિત જેવી ગણિતની વિવિધ ક્રિયાઓ સમજવા માટે સરવાળાનું જ્ઞાન ખુબજ  ઉપયોગી બને છે. અને સરવાળાની નિયમિત પ્રેક્ટિસથી વિદ્યાર્થીઓમાં નીચેના ગુણો વિકસે છે:
  • બાળકોમાં ગણતરી કરવાની ક્ષમતા વધે છે.
  • સંખ્યાઓને ઓળખવાની ક્ષમતા મજબૂત બને છે.
  • ગણતરીમાં સ્પીડ આવે છે.
  • ચોકસાઈ વધે છે.
  • મૌખિક ગણતરી કરવાની ટેવ પડે છે.
  • ગણિત પ્રત્યેનો ડર ઘટે છે.
  • સમસ્યા ઉકેલવાની ક્ષમતા માં વધારો થાય છે.
  • ગણતરીમાં ધ્યાન અને એકાગ્રતા વધે છે.
  • ગણતરીમાં આત્મવિશ્વાસ વધે છે.
  • રોજિંદા જીવનની ગણતરી સરળતાથી કરી શકે છે.
        ગણિત વિષયમાં સરવાળો (Addition) એ સૌથી મૂળભૂત અને મહત્વપૂર્ણ ગણિતીય ક્રિયાઓમાંની એક છે. નાના બાળકો જ્યારે ગણિત શીખવાનું શરૂ કરે છે ત્યારે સૌથી પહેલાં તેઓ સંખ્યાઓની ઓળખ, ગણતરી અને ત્યારબાદ સરવાળો શીખે છે. 
        આ ઓનલાઇન ગેમ વિદ્યાર્થીઓને સરવાળાના દાખલાની પ્રેક્ટિસ કરાવવા માટે બનાવવામાં આવેલી છે. બજારમાં વસ્તુઓ ખરીદતી વખતે કુલ કિંમત ગણવી, પૈસાની ગણતરી કરવી, વિદ્યાર્થીઓની સંખ્યા ગણવી, વસ્તુઓની કુલ સંખ્યા શોધવી વગેરે.

સરળ, મધ્યમ અને કઠિન લેવલનો ઉપયોગ

લેવલ કોના માટે ઉપયોગી? ઉપયોગ
સરળ શરૂઆતના વિદ્યાર્થીઓ મૂળભૂત સરવાળાની પ્રેક્ટિસ
મધ્યમ નિયમિત પ્રેક્ટિસ કરતા વિદ્યાર્થીઓ વધુ સંખ્યાના સરવાળા
કઠિન આગળનું સ્તર શીખતા વિદ્યાર્થીઓ પડકારજનક સરવાળાની પ્રેક્ટિસ

NEP 2020 અને નિપુણ ગુજરાત કાર્યક્રમમાં ઉપયોગી

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 મુજબ પાયાનું શિક્ષણ (Foundational Stage) એટલે 3 થી 8 વર્ષના બાળકો માટે સાક્ષરતા (Literacy) અને સંખ્યાજ્ઞાનને (Numeracy) સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ માટે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, આનંદદાયક અને રમત દ્વારા શીખવાની વિવિધ પદ્ધતિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. 
ગુજરાતમાં હાલ નિપુણ ગુજરાત કાર્યક્રમ આગામી ત્રણ વર્ષ માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં  ધોરણ 1 થી 5 ના દરેક બાળકને પાયાની વાંચન, લેખન અને ગણિતની ક્ષમતાઓ પ્રાપ્ત કરે તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તેનો મુખ્ય હેતુ દરેક બાળકને તેની ઉંમર અને ધોરણ મુજબના લર્નિંગ આઉટકમ સુધી પહોંચાડવાનો છે.

શિક્ષકો માટે ઉપયોગ

શિક્ષકો વર્ગખંડમાં આ સરવાળાની ગેમનો ઉપયોગ આ રીતે કરી શકે છે.
  • શાળામાં આપવામાં આવેલા સ્માર્ટ ડિજિટલ ટીવી માં આ ગેમ ઓપન કરી બાળકોને પ્રેક્ટિસ કરવી શકે છે.
  • દરરોજ 5 મિનિટની પ્રેક્ટિસ બાળકોને સરવાળામાં માસ્ટર બનાવી દેશે.
  • દરરોજ રેમેડિયલ શિક્ષણ આપવામાં ખુબજ ઉપયોગી.
  • શનિવારે શાળાઓમાં બેગલેસ ડે ની પ્રવૃત્તિ શિક્ષણમાં પણ આ ડિજિટલ ગણતરી નો એક્ટિવિટી તરીકે ઉપયોગ કરી શકશે.

Post a Comment

0 Comments

Post a Comment (0)
English 🌐